ચૂંદડી ભાગ 1/87.સાંકલડી શેરી રે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


87

સાંકલડી શેરી રે દીવડિયા શા બળે રે
દીવાને અજવાળે ઓરડા ચીતર્યા,
હું તમને પૂછું રે છેલછબીલા…ભાઈ રે
આજનો વાસો રે વીરા ક્યાં રે વસિયા?
આજનો વાસો રે બેની દોશીડાને હાટે રે
ચૂંદડિયું મૂલવી રે લાડણ વહુ તણી રે. — સાંકલડી.

[સોનીડાને હાટે — ઝૂમણાં
ચૂડીગરને હાટે — ચૂડલી
માળીડાને હાટે — મોડિયો]