ચૂંદડી ભાગ 2/17.જોઈ રહી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


17.

વા’લો વીર વર ઘોડલડે ચડે ને હું તો જોઈ રહી છું;
વા’લા વીર! જોયાં તમારાં પિતળિયાં પલાણ રે
ભમરલો તો બહુ રમે!
વા’લો વીર વર વાઘા પે’રે ને હું તો જોઈ રહી છું;
કેસરિયા! જોઈ તમારી પાતળડી પરોંઠ2 રે
ભમરલો તો બહુ રમે!
વા’લો વીર વર ફેંટા બાંધે ને હું તો જોઈ રહી છું
કેસરિયા! જોયાં તમારા છોગલડાનાં રૂપ રે
ભમરલો તો બહુ રમે!