ચૂંદડી ભાગ 2/24.રૂપની લહેરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


24

[પનિયારી માહેલી એક કન્યાનાં રૂપ દેખી વરને ઘેન ચડે છે. નિદ્રાની લહરી લહેરાય છે. કુટુંબીજનોની બહોળપ ઇષ્ટ ગણાતી.]

આઠ કૂવા રે નવ પાવઠા, એની પાણિયારે નહિ પાર
મોંઘીબાઈને રૂપ જમાઈ ઝીણાં ઝોલાં ખાય.
આઠ કાકા રે નવ કાકિયું, એને કટંબે નહિ પાર
…બાઈને રૂપે જમાઈ ઝીણાં ઝોલાં ખાય
આઠ મામા રે નવ મામિયું, એને મોસાળે નહિ પાર
…બાઈને રૂપે જમાઈ ઝીણાં ઝોલાં ખાય.