ચૂંદડી ભાગ 2/29.ચંપાવરણીની ચિંતા
Jump to navigation
Jump to search
29
વીરનો દાદો એમ જ કે’
હાથીડા હલકારો, મેલો નેજા ઢળકતા
ચંપાવરણી રજે ભરાય!
વીરની માતા એમ જ કે’
માફા હલકારો, મેલો નેજા ઢળકતા
ચંપાવરણી રજે ભરાય!
વીરનો વીરો એમ જ કે’
ઘોડીલાં હલકારો, મેલો નેજા ઢળકતા
ચંપાવરણી રજે ભરાય!
વીરની ભોજાઈ એમ જ કે’
વેલડિયું હલકારો, મેલો નેજા ઢળકતા
ચંપાવરણી રજે ભરાય!