ચૂંદડી ભાગ 2/34.કાં રે દૂબળો
Jump to navigation
Jump to search
34.
[શૃંગારનું ગીત છે : વહુ પોતાના કંથની દુર્બળતાનું કારણ રસભરી મર્યાદા વડે બતાવે છે.]
પોપટડી રે! તોરલો કંથ
કાં રે પોપટ દૂબળો?
દિ’વારે વનફળ વેડવા જાય
રાતે ને પોપટ પાંજરે!
હાથણલી રે! તોરલો કંથ
કાં રે હાથી દૂબળો?
દિ’વારે રે દરબાર ઝૂલવા જાય
રાતે ને હાથી સાંકળે!
નાની વહુ રે! તોરલો કંથ
કાં રે કેસરિયો દૂબળો?
દિ’વારે ઘોડલાં ખેલવવા જાય
રાતે રમે સોગઠે!
સોગઠડે રમતેલા હાર્યા
તેણે દરબાર દૂબળા!