ચૂંદડી ભાગ 2/39.લવિંગડાં લઈ લીધાં
Jump to navigation
Jump to search
[વિનોદ-ગીત]
39.
મેં તમને વાર્યા વીર
- …ભાઈની સીમડીએ નો જાજો માણારાજ!
ગોવાળ ધુતારા વીર!
મારા વીરનાં લવિંગડાં1 લઈ લીધાં માણારાજ!
મેં તમને વાર્યા વીર!
- ?…ભાઈને સરવરિયે નો જાજો માણારાજ!
પનિયારી ધુતારી વીર!
મારા વીરનાં લવિંગડાં લઈ લીધાં માણારાજ!
સાસુડી ધુતારી વીર!
મારા વીરનાં લવિંગડાં લઈ લીધાં માણારાજ!