ચૂંદડી ભાગ 2/66.હરિયા વનની કોયલડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


66

[વરનાં મનામણાં ચાલુ છે : હે લાડી! તારા સસરાએ તારે માટે હિંડોળો બાંધ્યો. હે મારી લીલા વનની કોયલ! તું હીંચકવા જલદી ચાલ! હવે તું તારાં માતાપિતાનો સ્નેહ છોડીને ચાલી આવ! સરખાવો : ‘આછેરું કંકુડું ઘોળ્યે રે લાડી!’

વનડી!4 થારે સસરેજી ડોલર5 બાંધિયો,
વનડી! હીંડારે6 ઉમાટે7 વેલી આવ!
રે મારી હરિયા વનરી કોયલડી!

લાડી! આંબા પાકા ને કેરી રસ ઢળે;
લાડી! જામફળરો વડો રે સવાદ
રે મારી હરિયા વનરી કોયલડી!

લાડી! મેલો માતારી ચટુ8 આંગળી;
લાડી! છોડો બાવાજીવાળો હેત.
લાડી! રાખો સસરાજીવાળો પેત
રે મારી હરિયા વનરી કોયલડી!

[અન્ય સગાંઓનાં નામો લઈ ગવાય છે.]