ચૂંદડી ભાગ 2/71.ચરકલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


71.

[પુત્રીની વિદાય વેળાનું ગીત. આપણા ગીત ‘દાદાને આંગણે આંબલો’ જેવું.]

બાઈના બાવા રે આંગણ આંબલો,
બાઈ રમતાં આંબલિયારી છાંય રે
નીલા વનરી ચકલી!
ભાવા4! દીધાં તે ધણ પાછાં નૈ આવે
ઈ તો ઊડી જાશે પર ઘેર રે
નીલા વનની ચરકલી!

[અન્ય સગાંનાં નામ મૂકીને એ-ની એ જ પંક્તિઓ ફરી ગવાય છે.]