ચૂંદડી ભાગ 2/74.કાંઈ લાયા રે?
Jump to navigation
Jump to search
74.
[કન્યા પૂછે છે, ‘શું લાવ્યા?’ વર કહે છે, ‘તારે પહેરવાના અલંકાર’. કન્યા કહે : ‘હે સ્વામી! ધીરે ધીરે બોલો. સાસુજી સાંભળશે તો મને ઠપકો દેશે.’ વર કહે : ‘સ્ત્રી! ઠપકો નહિ દેવરાવું. તને તો મારા શિર પર રાખીશ. તને દળવા નહિ દઉં. મજૂરી ચુકાવીને બીજા કોઈ પાસે દળાવીશ.’]
કાંઈ લાયા રે વના? થે6 કાંઈ લાયા રે?
કે થારી7 રંગરી ડબીમેં વના થે કાંઈ લાયા રે?
ચૂડલા લાયા રે!
બાળક વની! ચૂડલા લાયા રે;
કે થારે પેરવારી ચતરાઈ2 કે વની! ચૂડલા લાયા રે!
ધીમા બોલો રે!
હરિયાળા3 લાડા! ધીમા બોલો રે!
કે મારી સાસુડી સાંભળે ને નણદી દેશે મને ગાળ.
નહિ દેવરાવાં ગાળ!
હરિયાળી લાડી! નહિ દેવરાવાં ગાળ!
કે થાને છોગલા ઉપર રાખાં, થાને નહિ દેવરાવાં ગાળ!
મૂલ પીસાડું4 રે
લાખેણી લાડી મૂલ દળાવું રે!
કે થાને છોગલા ઉપર રાખું, થાને નૈ દેવરાવાં ગાળ!