અહો, આ તે કોના પરિચય વિનાના વદનને, હસીને હેરંતા, કટાક્ષો વેરંતા, નિહાળું છું? આ તે મદભર વસંતે મદનને નિહાળું વર્ષંતો મૃદુલ શર, જે મગ્ન રતિમાં? અહો, આ તો નાની, નિહાળું છું છાની, પ્રિયાની કીકીમાં પ્રતિછવિત મારી જ પ્રતિમા! ૧૯૪૮