જટાશંકર જયેન્દ્રભાઈ આદિલશાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આદિલશાહ જટાશંકર જયેન્દ્રભાઈ (૧-૬-૧૮૭૪, –): કવિ, નિબંધકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. મુંબઈમાં એસ.ટી.સી. થયા અને ત્યાં જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા. ‘નિબદ્ધાલંકાર રત્ન' (૧૯૦૦), ‘મીજાજી શૃંગાર' (૧૯૦૦), ‘હોરેશિયસ' (૧૯૦૭), ‘સ્ત્રીઓના પત્રો' (૧૯૩૦) વગેરે એમનાં પ્રકાશિત પુસ્તકો છે.