જનપદ/ઊતરે ધજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઊતરે ધજા


ઠીકંરુ થઈ આંખ.
ગળામાં ગાળિયો
છોલાય ચામડી
રૂંવાટી આકાશનું રૂ થઈ ઊડે
ચામડું ઊખડે
પાંજરું ઉઘાડું પડે
ખાલની ગડી વળે ને
ટોપલામાં સીસાનો ભાર
ઉપર છરાનું છોગું.
કૂતરું દાંતનહોરથી ખોલે કમાડ
જાડાં રાસડાંથી કાઢે નકશો
પલાળે દૂધિયાં રાતાં હાડકાં
ચાટે ગરદન અને થાપા
ગીધની થપાટે ભડકે.
હોજરા-અગ્નિ હવે સડી ગંધાય
પરાળ અધકચરો લોયો
કમાડમાંથી બહાર આવે,
રવડે ગૌચરમાં.
ઉનાળે સુકાય
ચોમાસે પલળી થાય ગચિયો.
વાટે કોઈ આઘુંપાછું થાય
બાવળ હેઠ જઈ કાંટા ખાય
જીભ પર રાતા ટશિયા.
પવન-ફરકડી ગૌચરમાં રમણે ચઢે.
ઢોલ બૂંગિયો
મલક આખામાં હોકારાપડકારા
ટેકરી પરથી
ઊતરે ધજા.