જનપદ/માન્યું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માન્યું

માન્યું.
પૂર્વમાં ઊગવું.
અગ્નિમાં ઝગવું.
ઉત્તરમાં આકાશને આંબવું.
વાયવ્યે ગોળાનું ઊડવું ધજા થઈને ધજા.
હેઠે ઊતરવું પશ્ચિમે.
ઓસરવું ઠરવું નૈર્ઋત્યમાં.
દક્ષિણ થડ ફરતી બેઠી નસમાં
ટપ હોલવાઈ જવું.
ઈશાન ઈશાન.
વાયરાના ખંધોલે બેસી વાયુ થઈ જવું.

માન્યું બસ,
માન્યું.

કશું કહેવાનું નથી.