જમિયતરામ વજેશંકર આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આચાર્ય જમિયતરામ વજેશંકર: કવિ, જીવનચરિત્રલેખક. એમણે કાવ્યસંગ્રહ ‘દિવ્યસંદેશ’ (૧૯૩૨) તથા જીવનચરિત્ર ‘યોગેશ્વર લેલેજી' (૧૯૬૪) ઉપરાંત ધર્મવિચારને તાકતાં ‘આધ્યાત્મિક વિચારસૃષ્ટિ' (૧૯૩૦), ‘યુગસ્મૃતિ' (૧૯૩૨), ‘ધર્મરહસ્ય' (૧૯૫૩), ‘જીવનગીતા' (૧૯૫૪), ‘ઉદ્બોધન' (૧૯૫૮), ‘દામ્પત્યગીતા' (૧૯૫૮), ‘સ્ત્રીશકિત' (૧૯૫૯) જેવાં પુસ્તકો પણ આપ્યાં છે.