જયદેવ શુક્લની કવિતા/પૃથ્વીકાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પૃથ્વીકાવ્યો


ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ફૂટે તો?


ડાબા હાથની
વચલી આંગળીને
પાછળ ખેંચી
ટેરવેથી
આ પૃથ્વીની લખોટી
છોડું...
ચન્દ્ર
જો ટિચાય તો?


પૃથ્વીના
ગબડતા
આ દડાને
ડાબે પગે
તસતસતી કીક મારું...
અધવચ્ચે
સૂર્ય
ઝીલી લે તો?