જયદેવ શુક્લની કવિતા/ભેજલ અન્ધકારમાં
Jump to navigation
Jump to search
ભેજલ અન્ધકારમાં
ગભારામાં હીજરાતા
તાંબાના નાગને
કચડતો
ફૂલોની ગન્ધવાળો
ભેજલ અન્ધકાર.
નાગને માથે
ખીલેલું
જાસૂદનું ફૂલ.
દીવાની સ્થિર સળગતી જ્યોત.
મન્દ્ર ગાન્ધારમાં
કડકડાટ મહિમ્ન બોલતો
વરસાદ.
નગારાં બજી ઊઠે છે.
આરતી પ્રગટે છે.
બેઠેલો નન્દી ઉછળે છે.
ભેજલ અન્ધકારમાં
આગિયા રેલાય છે...