જયસુખલાલ ઓચ્છવલાલ કાનુગા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાનુગા જયસુખલાલ ઓચ્છવલાલ (૧૮૯૮, ૧૯૭૯) : વાર્તાકાર. ભરૂચ જિલ્લાના આમોદ ગામમાં જન્મ. ૧૯૨૬માં બી.એ. ટ્રેનિંગ કૉલેજના આચાર્ય અને સમાજશિક્ષણ ખાતામાં અધિકારી. એમના પ્રૌઢશિક્ષણના હેતુલક્ષી પુસ્તક ‘સોનાની ઈંટ અને બીજી વાતો’માં રૂપકાત્મક શૈલીની ટૂંકી, સરળ, સુબોધ વાર્તાઓ છે. ‘પંચશીલ’ (૧૯૭૧) સદાચારનાં પાંચ અંગ દર્શાવતી ધર્મકથા છે. ‘નિબંધકળા’ (૧૯૩૩) એમનું નિબંધ વિશેનું પુસ્તક છે.