તત્ત્વસંદર્ભ/આ પુસ્તકમાંના લેખોના પ્રથમ પ્રકાશન અને એના મૂળ સ્રોતો વિશે –
Jump to navigation
Jump to search
*
આ પુસ્તકમાંના લેખોના પ્રથમ પ્રકાશન અને એના મૂળ સ્રોતો વિશે –
- લેખો જે-જે સામયિકોમાં, જે સમયે પ્રગટ થયા એની નોંધ દરેક લેખને અંતે કરી છે. ‘રીતિવિચાર’ એ લેખ પ્રમોદકુમાર પટેલની હાથપ્રત પરથી લીધો છે – એટલે કે એ લેખ પ્રથમ વાર આ પુસ્તકમાં પ્રકાશિત થાય છે. એ ક્યારે તૈયાર થયેલો હશે એની વિગત નોંધાયેલી નથી.
- લેખો પ્રકાશિત થયા એ સામયિકોમાં કે અન્યત્ર પણ મૂળ સ્રોતની નોંધ મળતી નથી. કેટલાક પ્રયત્નોથી જેટલાંની વિગત મળી શકી તે આ મુજબ છેઃ ‘કળા’ (અર્ન્સ્ટ કેસિરર) લેખ Problems in Aesthetics, Ed. Marris Weltz, Macmillan, ૧૯૫૯, એ પુસ્તકની પાંચમી આવૃત્તિ, ૧૯૬૪માંથી અનૂદિત કર્યો જણાય છે. ઉપર્યુક્ત સંપાદક (M.W.)ની નોંધ મુજબ એ લેખ અર્ન્સ્ટ કેસિરરના પુસ્તક An Essay on Man, Yale Uni. Press, ૧૯૪૪ના ૯મા પ્રકરણરૂપે પ્રકાશિત થયેલો ૦ ‘સાહિત્યની કળાકૃતિનું અસ્તિત્વપરક રૂપ’ Theory of Literatureમાંના The mode of Existence of a Literary Work of Art પ્રકરણનો અનુવાદ છે. ૦ ‘રીતિવિચાર’ V. Raghvanના Studies on some concepts of Alankarshastra ૧૯૭૩-માંથી અનૂદિત કરેલો છે. ‘વક્રોક્તિવિચાર’ The Vakrokti Jivit (Rajanak Kuntaka) Ed. By Sushilkumar De, Culcutta, ૨nd Revised Edition, ૧૯૨૮ના સંપાદકીય Introduction-ના મુખ્યાંશનો અનુવાદ છે.