તારાપણાના શહેરમાં/કુંડળી ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુંડળી ગઝલ

(કબીર સાહેબની રજા સાથે)

ઘરમાંથી ઘર નીકળે ઘેર ઘેર ફેલાય
ઘરમાં પાછું આવતાં ઘરનું ઘર થઈ જાય

ઘરનું ઘર થઈ જાય તોય રહેનારો બેઘર
બિસ્તર બાંધી નીકળે જવું હોય નહિ ક્યાંય

જવું હોય નહિ ક્યાંય સાવ હવાની જેવું
અમથું અમથું ચાલતાં ક્ષિતિજ પાસે જાય

ક્ષિતિજ પાસે જાય અને ઘર જેવું લાગે
ધરતી પૂછે આભને આ માણસ ક્યાં જાય?