તારાપણાના શહેરમાં/ભીનાશ મળી છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ભીનાશ મળી છે

સમજણમાં ભીનાશ મળી છે
લ્યો! રણમાં ભીનાશ મળી છે

આંખોમાંથી છટકી ગઈ’તી
દર્પણમાં ભીનાશ મળી છે

સૂરજનું નિદાન શું કરવું?
કિરણમાં ભીનાશ મળી છે

સંબંધોનું આ થિજાવું
કારણમાં ભીનાશ મળી છે

સ્વપ્નો જોવાની ફલશ્રુતિ!
પાંપણમાં ભીનાશ મળી છે

કેમ ન હો જીવન ધુમાડો?
ઇંધણમાં ભીનાશ મળી છે