તારાપણાના શહેરમાં/રણની એક અદબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રણની એક અદબ

પહેલાં કશુંક થાય છે જે સાવ બેસબબ
એનાં પછી મળે છે શું બ્હાનાં અજબ અજબ

મારી દશાની યાદ નડે નહિ તો વેર લઉં
હું પણ તને નહીં મળું નક્કી થયા મુજબ

તારા વિના જ રાતદિ’ ચૂપચાપ જાય છે
સ્વપ્નોય આવતાં નથી મારા કહ્યા મુજબ

જળ નહિ મળે તો પીશું હવાની ભીનાશને
ઝાકળ ઝીલી ઝીલીને હવે બાંધશું પરબ

મૃગજળમાં શું છે એની ખબર છે મને ‘ફના’
દોડીને માત્ર જાળવું છું રણની એક અદબ