તારાપણાના શહેરમાં/વાતાવરણ રહે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વાતાવરણ રહે

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે

જો દૃષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યા કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં!
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે

સ્વપ્નાંય બહુ તો ઓગાળી ઝાકળ થઈ ગયાં
જીવનમાં તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે?