તારાપણાના શહેરમાં/વાસકસજ્જા ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાસકસજ્જા ગઝલ

વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે

પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજીય અધૂરપનાં ફીણ છે

તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા,
ઇચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે

તું સામે જો તો આંખમાં સ્વપ્નાંઓ ચીતરું
બહુ તો હવામાં રંગનાં ધાબાં પડી જશે

શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
શું કહી રહ્યો’તો, તને યાદ છે? કહે