દયાશંકર રવિશંકર કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ દયાશંકર રવિશંકર (૧૮૭૮, ૧૯૪૪) : કવિ, અનુવાદક. જન્મ મોભાવ(તા. પાદરા)માં. શિક્ષણ ખંભાતમાં. વડોદરામાંથી સાહિત્યવાચસ્પતિ'. એમણે ‘દર્પદમન’ નામની પદ્યકૃતિ ઉપરાંત સત્યનારાયણની કથા અને જંબુગુરુરચિત ‘જિનશતક'ના ગુજરાતી અનુવાદો તથા ‘વિવાહમીમાંસા-ખંડનવિમર્શ’ અને ‘શિવસહસ્રનામમાલા’ નામના સંસ્કૃત ગ્રંથો આપ્યા છે.