દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૧. લોભી તથા કંજુસ વિષે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૧. લોભી તથા કંજુસ વિષે

મનહર છંદ

વસંતની વેળા વિષે ખાખરા પલ્લવિયા ખૂબ,
ફેલાઈ રહ્યાં છે મોટાં પાન જેવા ફાફડા;
ફૂલ તો સફાઈબંધ કેસુડાંને નામ ક્રોડ,
થયા થોકે થોકે તેના ઉપર તો થાપડા;
ફાલ્યો ફૂલ્યો ખૂબ ફોગટ થૈ ફૂલ તેની,
પરિણામે ફળ તો પ્રગટ્યાં પીતપાપડા;
બહુ આશા બાંધીને ઠગાયા સુડા બાપડા.