દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૪. સીતાપતિએ ન જાણ્યું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૪. સીતાપતિયે ન જાણ્યું

મનહર છંદ

સીતાપતિયે ન જાણ્યુ સીતાનુંહરણ થશે,
સીતાએ ન જાણ્યું જે સંન્યાસી પ્રતિકૂળ છે;
દેવપતિએ ન જાણ્યું દમયંતી નહિ પામું,
નારદે ન જાણ્યું મોહિની તો માયા મૂળ છે;
ગૌતમે ન જાણ્યું જે આ કૂકડામાં કપટ છે,
શુક્રે ન જાણ્યું જે ઝારીમાં સંકટ શૂળ છે;
કહે દલપતરામ આજ કળિકાય મધ્ય
જોશિયો જાણે ધારવું તે ધૂળ છે.