દલપતરાય રેણુમલ આહુજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આહુજા દલપતરાય રેણુમલ, ‘મયૂર’ (૧૫-૯-૧૯૪૧): નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ભોજદારવડા (સિંધ)માં. ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. પત્રકારત્વનો વ્યવસાય. ‘છત્રપતિ શિવાજી અને સૂરતની લૂંટ' (૧૯૭૮) જેવી નવલકથા અને ‘મજબૂરીને માંચડે’ જેવી લઘુનવલ એમણે આપ્યાં છે. ‘નજર તારી હૃદય મારું' (૧૯૬૧) એમનો વાર્તાસંગ્રહ છે. ‘કમળ, કેસૂડો અને ગુલાબ' એમનું બાલસાહિત્યનું પુસ્તક છે. એમણે કેટલીક સિંધી વાર્તાઓના અનુવાદ પણ આપ્યા છે.