દલપત પઢિયારની કવિતા/ટેંટોડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ટેંટોડો

એક એંશી વરહના ટેંટોડો,
એના મોઢામેં દુધિયા દાંત,
          બોલે ટેંટોડો!
એ તો છપઈને છોરી જોતો’તો,
એનાં નેણાંમેં નવરા નાગ,
          બોલે ટેંટોડો!
ટેંટોડો તો ટાલવાળો, ટોપી માગી લાયો બેની!
ઘઈડી ઢહરક મૂછોવાળો, મેંસ્યો આંજી આયો બેની!
બોલસ્યા એની બાળ-કુંવારી, કાનુડો!
એની હેંડસ્યા હલ્લક-મલ્લક,
          ઘેલો ટેંટોડો!
શેરીએ શેરીએ સાદ પડાવો,–ટેંટોડો!
ઢોલિયા ઢેકી-છાંય ઢળાવો,–ટેંટોડો,
એનો રેશમિયો રૂમાલ, ચડતો વેંછૂડો,
          એંશી વરહનો ટેંટોડો!
કાળે ઉનાળે કરા પડ્યા ’લી ટેંટોડો,
મારી છાવણીઓમેં છરા પડ્યા ’લી ટેંટેડો!
એણે તાંણીને માર્યા તીર,
          રાયવર ટેંટોડો!
ઉગમણી દિશ આ કોણ ઊડે ’લી બગલું જો,
માતાની મઢીએ દીવા બળે ’લી હમણું જો
બોરી બજારમેં મૂલ થયાં પેલી લંકા બળે;
અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ
          એંશી વરહનો ટેંટોડો!