દલપત પઢિયારની કવિતા/વા’ણાં વહી જશે
Jump to navigation
Jump to search
વા’ણાં વહી જશે
અધવચ, અજલે મજલે વા’ણાં વહી જશે
એકલાં ટોળે વળિયાં એકલાં વીખરાયાં રે, અટકાવો—
અધવચ, અજલેમજલે
નખમાં ચીતરેલી વાડી, સૈયર છાંયો લાગે રે,
અમે અદલે બદલે ઊગતાં જવારા રે, વધાવો—
અધવચ, અજલેમજલે
સૈયર! ચેર્યે ચડું ને ચંપે ઊતરું રે,
અમે અડીએ ઘડીએ ઊઘલ્યાં અંધારાં રે, અંજવાળો—
અધવચ, અજલેમજલે
ભરિયાં ચંદન તળાવ, લે’ર્યો ઊંઘ લાવે રે,
અમે તાંબાકુંડીએ જળના ઉતારા રે, છલકાવો—
અધવધ, અજલેમજલે વા’ણાં વહી જશે.