દિગન્ત બાલચંદ્ર ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઓઝા દિગન્ત બાલચંદ્ર (રપ-૧૦-૧૯૩૯): નવલકથાકાર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ‘નવા પડકાર’, ‘ચિત્રરંજન’ તથા ‘આજ’ના તંત્રી. અત્યારે ‘જનસત્તા’ના કો-ઓડિનેટર તંત્રી. સાંપ્રત સમયના વાતાવરણને આલેખતી હૃદયસ્પર્શી ‘ગંદી ગલી બદમાશ બસ્તી’ (૧૯૬૯) અને ‘રથચક્ર' (૧૯૮૦) નવલકથાઓ એમણે લખી છે. ઉપરાંત એમણે ‘શાસક વર્ગ: ચહેરો એક મ્હારાં અનેક’ તથા નાટકોના અનુવાદ પણ આપ્યા છે.