ધ્વનિ/પાવકની જ્વાલ યદિ
Jump to navigation
Jump to search
પાવકની જ્વાલ યદિ...
જુજ
મૂડી મુજ.
તારો પથ દૂર દૂર
પ્રીતમ!
મેળ શેણે મળશે
કૈંક પડતી ના સૂજ.
લોકમેળા—
—કેરી યે તે નહિ વેળા.
કોઈની સંગત નહિ
તોય ના રે’વાય
પ્રીતમ!
પગલું ભરાય એક
એકધારી
માંડી છે મજલ.
હાવાં
સમયને કોક તીરે
કોઈ દિ’ થૈશું જ ભેળાં....
પાવકની જ્વાલ
યદિ બની રહે પાંખ ...
હું મરાલ.
આડા સમુંદર
આડા છો ને આવતા ડુંગર
મારું ગગને ડયન
તારે મારગે
પ્રીતમ!
કોની રે મજાલ?
આડે આવવાની હામ
પેલો ધરસે ન કાલ.
દૂર
તેને ય તે બાથ ભરીને
સત્વર હું તો
લઉં મારે ઉર;
પાવકની જ્વાલ
યદિ બની રહે પાંખ. ..
૩૦-૪-૫૦