નરસિંહથી ન્હાનાલાલ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.



નરસિંહથી ન્હાનાલાલ


કવિ અને કવિતા





નિરંજન ભગત





ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ 380 001



પ્રાપ્તિસ્થાન ગૂર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ 380001
ફોન  079-22144663, 22149660
e-mail  goorjar@yahoo.com web  gurjarbooksonline.com ગૂર્જર સાહિત્ય પ્રકાશન 102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઈટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે, 100 ફૂટ રોડ, પ્રહ્લાદનગર, અમદાવાદ-380015
ફોન  26934340, 98252 68759
gurjarprakashan@gmail.com

કિંમત  રૂ. 250
પ્રથમ આવૃત્તિ  2018 Narsinhthi Nhanalal: Literary essays
By Niranjan Bhagat Published by Gurjar Granth Ratna Karyalay, Ahmedabad-380 001 (India) Ph  079 22144663, E-mail  goorjar@yahoo.com © તરલાબહેન અરુણભાઈ ભગત પૃષ્ઠ  10+230 ISBN  978-93-5162-517-9 નકલ: 500 પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ  રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-380 001 ફોન  22144663 e-mail  goorjar@yahoo.com ટાઇપસેટિંગ: શારદા મુદ્રણાલય 201, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380 006. ફોન  26564279 મુદ્રક: ભગવતી ઑફસેટ સી/16, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-380 004



રઘુવીરને

તમારા બન્ને હાથ શા ભર્યાભર્યા,

તે તમે ભાષા ને ભૂમિ બન્ને ખેડો;

અને મન-હૃદય શાં હર્યાંભર્યાં,

તે તમે માનવતાની વાડી વેડો.




નિવેદન

2005નું વર્ષ ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દીનું વર્ષ હતું. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના 1905ના જૂનની 30મીએ અમદાવાદમાં કરવામાં આવી હતી. 2005ના વર્ષના આરંભે પરિષદની શતાબ્દી નિમિત્તે મારે લેખો લખવા અને/અથવા વ્યાખ્યાનો કરવાં એનો વિચાર મને સૂઝ્યો હતો. એ વિચાર મિત્રો સમક્ષ અવારનવાર પ્રગટ કર્યો હતો. આ સમય દરમિયાન એક દિવસ મારા મિત્ર અને ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી શ્રેયાંસ શાહ મને અચાનક મળી ગયા. મારો વિચાર એમના સુધી પહોંચ્યો હશે એથી એમણે મને પૂછ્યું, ‘તમે પરિષદની શતાબ્દી નિમિત્તે લેખો લખવાનો વિચાર કર્યો છે?’ મેં ‘હા’ કહી એટલે એમણે કહ્યું, ‘તમારા લેખો માટે ‘ગુજરાત સમાચાર’નાં પાનાં ખુલ્લાં છે.’ મેં એમની આ ઑફરનો સ્વીકાર કર્યો. આમ, આ લેખો પરિષદની શતાબ્દીના વર્ષ(2005-2006) દરમિયાન લખાયા હતા અને ‘ગુજરાત સમાચાર’ની પૂર્તિ – ‘રવિપૂર્તિ’ –માં પ્રગટ થયા હતા. હવે આ લેખો અહીં ‘નરસિંહથી ન્હાનાલાલ’ના શીર્ષકથી ગ્રંથરૂપે પ્રગટ થાય છે. આ લેખો ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ કરવા માટે શ્રી શ્રેયાંસ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ લેખોનું ગ્રંથરૂપે પ્રકાશન કરવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ના શ્રી મનુભાઈ શાહનો આભાર માનું છું. પ્રૂફ વાંચવા માટે શ્રી શિવજી આશરનો અત્યંત આભારી છું. 18 મે, 2016 નિરંજન ભગત



નોંધ

આ પુસ્તક એક વર્ષ પહેલાં તૈયાર થઈ ગયું હતું, પરંતુ કવિ નિરંજન ભગતનાં તમામ પુસ્તકો એક સાથે પ્રકાશિત કરવાના હેતુસર પુસ્તક પ્રગટ કર્યું નહોતું. હવે તેમના અવસાન બાદ પુસ્તક પ્રકાશિત થાય છે. પ્રકાશક