નવીનચન્દ્ર આનંદીલાલ આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આચાર્ય નવીનચન્દ્ર આનંદીલાલ (૧૧-૬-૧૯૨૪): સંશોધક. જન્મ પંચમહાલ જિલ્લાના બાકોરમાં. ૧૯૪૨માં મૅટ્રિક, ૧૯૫૪માં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયમાં બી.એ., ૧૯૫૯માં ભારતીય સંસ્કૃતિ વિષયમાં એમ.એ. ૧૯૪૫થી ૧૯૬૫ અમદાવાદમાં શિક્ષક. ૧૯૬૫થી ૧૯૮૪ એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. ‘ગુજરાત દર્શન' (૧૯૮૩) એમણે અભિલેખો અને સાહિત્યને આધારે તૈયાર કર્યું છે. ઉપરાંત ‘ગુજરાતનો ચાવડા રાજ્યનો સાંસ્કૃતિક ઇતિહાસ' (૧૯૭૩), ‘ગુજરાતનો સોલંકીકાલીન ઇતિહાસ' (૧૯૭૩), ‘મુઘલકાલીન ગુજરાત' (૧૯૭૪), ‘ગુજરાતના ધર્મસંપ્રદાય' (૧૯૮૩) વગેરે એમના સાંસ્કૃતિક ઇતિહાસના ગ્રંથો છે.