નારીવાદ: પુનર્વિચાર/અનુવાદકનો પરિચય
અનુવાદક પરિચય
નીતા શૈલેશ
વ્યવસાયે દુભાષિયા/ભાષાંતરકાર તરીકે કાનૂની, તબીબી અને સામાજિક ક્ષેત્રે કાર્યરત નીતા શૈલેશનો જન્મ તેમ જ ઉછેર મુંબઈમાં થયો હતો, જો કે દાયકાઓથી તેઓ સપરિવાર કેનેડામાં વસવાટ કરે છે. તેઓ અંગ્રેજી, ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં કામ કરી રહ્યાં છે. એમના અનુવાદો સમયાંતરે પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં પ્રકાશિત થતા રહે છે. હાલ મુખ્યત્વે તેઓ વિશ્વકક્ષાની વાર્તાઓનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. નીતા એમના જીવનસાથી શૈલેશ સાથે ‘સ્વર-અક્ષર, કેનેડા’ ના નેજા હેઠળ વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતાં રહે છે.