નિરંજન ભગત
ભગત નિરંજન નરહરિલાલ (૧૮-૫-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન. હાઈસ્કૂલમાં. ૧૯૪૨ ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મેટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ, ડી, આર્સ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ. ડી. આર્સ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬ સુધી અમદાવાદની વિવિધ આર્ટ્સ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘પ્રથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રમાસિક ‘સાહિત્ય'ના તંત્રી. ૧૯૪૯માં કુમારચન્દ્રક. ૧૯૫૭માં નર્મદા ચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાને મહત્ત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયસબ અને બળવંત રાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિષતી આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદશિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગર સૃષ્ટિના વિષયને ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે. ‘છંદોલય' (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતા ને નવો વળાંક સૂચવ તથામાંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્ય બંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતે જોવાય છે. ‘અલ્પવિરામ' (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રની પચીસ કૃતિઓને સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય' (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા સંસ્કૃતિમાં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્ય સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોને ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. પ્રવાલદ્વીપ' કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોને અભિનવ કલ્પનામાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુ ભૂતિઓની તાણ જોવાય છે; તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીની યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે. | કવિતાનું સંગીત' (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રે. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. આધુનિક કવિતા:કેટલાક પ્રશ્નો (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સરરિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (પૂવાધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્ત્વિક પ્રશ્નોથીમાંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્ય કૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા (૧૯૭૫) ઉપરાંત એમણે કવિતા કાનથી વાંચો' (૧૯૭૨), મીરાંબાઈ' (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલ' (૧૯૭૭), ડબ્લ્યુ. બી. યિ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ (૧૯૮૧) જેવી પરિચય પુસ્તિકાઓ આપી છે. ‘પ્રો.બ.ક. ઠાકોર અધ્યયનગ્રંથ’(અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો' (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ –પ્રથમ પ્રત્યાઘાત: બાપુની બિહારયાત્રા' (૧૯૮૧) એમનાં સંપાદનો છે. એમણે ‘ચિત્રાંગદા(૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો' (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.