નિરંજન ભગતના અનુવાદો/હસ્તપ્રત

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હસ્તપ્રત

નિરંજન ભગતના કાગળોમાંથી રવીન્દ્રનાથનાં નિમ્નલિખિત ૮ કાવ્યોના અનુવાદની હસ્તપ્રત મળી આવી છે.

નૈવેદ્ય (૧૯૦૧) — ૮૧
રોગશજ્જાય (૧૯૪૦) — ૬
આરોગ્ય (૧૯૪૧) — ૧, ૨, ૩, ૫ અને ૬
શેષ લેખા (૧૯૪૧) — ૧૫

આ અનુવાદોનો સમય ૨૦૧૧ પછીનો છે. ૨૦૧૧માં, રવીન્દ્રનાથની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે એવો વિચાર આવ્યો હતો કે રવીન્દ્રનાથના લાસ્ટ કવોરટેટ (રોગશજ્જાય, આરોગ્ય, જન્મદિને, શેષ લેખા) તરીકે જાણીતાં ચાર પુસ્તકોનાં કાવ્યોનો અનુવાદ કરવો જોઈએ અને તે પ્રકલ્પમાં અનિલા દલાલ, નિરંજન ભગત, ભોળાભાઈ પટેલ, શૈલેશ પારેખ અને સુજ્ઞા શાહ પ્રવૃત્ત થયાં હતાં. તે સમયે આરોગ્યનાં કાવ્યોનો અનુવાદ નિરંજન ભગત કરવાના હતા. તદનુસાર આરોગ્યનાં ૧, ૨, ૩, ૫ અને ૬નો અનુવાદ થયો હશે એમ માનવું અનુચિત ન કહેવાય. અન્ય કાવ્યોનો અનુવાદ ત્યાર પછી રવીન્દ્ર ભવનમાં વ્યાખ્યાન નિમિત્તે કર્યો હોવાની શક્યતા છે.

અનુવાદની હસ્તપ્રત સંપૂર્ણ (આરોગ્યનું ત્રીજું કાવ્ય અપવાદ છે) અને થોડોક પ્રયત્ન કરીને વાંચી શકાય તેવી છે તેથી તે કવિના હસ્તાક્ષરમાં જ પ્રસ્તુત કરી છે.