પન્ના નાયકની કવિતા/પરિણામે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૮. પરિણામે

પહેલાંની જેમ
હવે
મને
કશું વાગતું નથી
ત્વચા ઉઝરડાતી નથી
લોહી ટપકતું નથી.
કોરી ખાતી વેદનાની ચીસ પડતી નથી
ને
આંખમાં ઝળઝળિયાં આવતાં નથી.
જગત સાથે કરેલા
આ સમાધાનને પરિણામે
કૂખમાંથી નથી જન્મતાં
ચિત્કાર કરતાં કાવ્યો...!