પન્ના નાયકની કવિતા/મારા શબ્દો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૮. મારા શબ્દો

મારા શબ્દો–
ગંગાના પાણીમાં તરતા
ઘીના દીવાની જેમ
પ્રગટી ઊઠે
અને
ફૂલની નાનકડી હોડી થઈને
કાળના પ્રવાહમાં
ક્યાંક દૂર ને દૂર સરી જાય...
એ જ છે મારી અપેક્ષા.