પન્ના નાયકનો વાર્તાવૈભવ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃતિ-પરિચય

આમ તો મને દુનિયભરની વાર્તાઓ ગમે. મહત્ત્વના ગુજરાતી વાર્તાકારોની પહેલી વાર્તાથી લઈ છેલ્લી વાર્તા સુધી તમામ વાંચી, વાર્તાકાર તરીકે એનો કેવો વિકાસ થયો એ તપાસવું મને ગમે.

પન્ના નાયકની વાર્તાઓ ગુજરાતી વાર્તાનું કોઈ સ્થિત્યંતર નથી એ હું જાણું છું પણ ડાયસ્પોરા સાહિત્યની વાત થતી હોય ત્યારે આ વાર્તાઓની વાત કરવી મને જરૂરી લાગી. પન્ના નાયકની લગભગ તમામ વાર્તાઓમાં અમેરિકન પરિવેશ છે પણ એમાં કોઈ પ્રકારનો વતનઝુરાપો નથી એટલે એને સ્વૈચ્છિક ગુજરાતી ડાયસ્પોરાની વાર્તાઓ કહી શકાય. આ સૂક્ષ્મ ભેદ સમજવા આ વાર્તાઓ વાંચવી જરૂરી છે. –શરીફા વીજળીવાળા