પન્ના રમેશભાઈ અધ્વર્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અધ્વર્યુ પન્ના રમેશભાઈ (૨૯-૭-૧૯૩૩): નિબંધકાર, જન્મ મુંબઈમાં. ૧૯૫૪માં સમાજશાસ્ત્ર સાથે બી.એ.; ૧૯૫૮માં એલએલ.બી.; ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે ૧૯૭૭માં એમ.એ. મુંબઈ મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષણ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ.

નિબંધસંગ્રહ ‘ખોબો ભરીને ઉજાસ' (૧૯૮૧)ની લલિતનિબંધ સ્વરૂપની ૧૬ રચનાઓનું વિષયનિમિત્ત મહદંશે પ્રકૃતિ છે.