પરકીયા/ગ્રહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ગ્રહ

સુરેશ જોષી

ત્યાં ચન્દ્રમાં જળની શિલાઓ છે?
ત્યાં સોનાનું જળ છે?
ત્યાં પાનખરનો રંગ કેવો છે?
દિવસો ત્યાં એકબીજામાં ગૂંચવાઈને
કેશના ગુચ્છા થઈને ઊખળી જાય છે?
પૃથ્વી પરનું ત્યાં શું શું જઈ પડે છે?–
છાપાં, શરાબ, હાથ, મૃત શરીરો?
ડૂબી ગયેલાઓ ત્યાં જઈને જીવે છે?