પરમ સમીપે/૧૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૮

મા તારા,
એવો દિવસ શું આવશે,
જ્યારે ‘તારા’, ‘તારા’ પોકારતાં
મારી આંખમાંથી આંસુની ધારા ફૂટી પડશે,
હૃદય-કમળ ખીલી ઊઠશે, અંધકાર નષ્ટ થશે
અને હું ભોંય પર આળોટી પડીને
તારું નામ જપતાં જપતાં, ધન્ય થઈ જઈશ;
ભેદભાવ બધો છોડી દઈશ, મનનો ખેદ મટી જશે?
હે વેદની સો સો ઋચાઓ,
મારી મા તારા નિરાકાર છે, તે ઘટઘટમાં વિરાજે છે.
રામપ્રસાદ કહે છે : હે આંખના અંધ લોકો
માને જુઓ, તે તિમિરમાં તિમિરનું હરણ કરતી વિરાજે છે.

રામપ્રસાદ