પરિષદ-પ્રમુખનાં ભાષણો/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન

ઈ.સ. 1940ના સપ્ટેમ્બર માસમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિકારીમંડળે નિર્ણય કર્યો કે પરિષદ-ગ્રંથાવલિ અને પરિષદનાં પ્રકાશનોનું પ્રકાશનકાર્ય ભારતીય વિદ્યા ભવન મારફત કરાવવું. વસ્તુતઃ ભારતીય વિદ્યા ભવને જાતે પરિષદના આ કાર્યનો પોતાની પ્રવૃત્તિમાં સમાવેશ કરવાનું માગી લીધું હતું. તદનુસાર આ પ્રકાશન–પરિષદ ગ્રંથાવલિનો બીજો ગ્રંથ, ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો’: ગુજરાતી સાહિત્ય પરિષદનાં પહેલેથી તેર અધિવેશનના પ્રમુખોનાં ભાષણોને સંગ્રહ – ગુજરાતની સાહિત્યરસિક પ્રજા સમક્ષ અમે રજૂ કરીએ છીએ અને એના સંપાદન અને પ્રકાશનમાં નિમિત્ત બનવાનો અવકાશ આપવા માટે પરિષદના અધિકારીમંડળનો આભાર માનીએ છીએ. આ ગ્રન્થ પ્રગટ કરવામાં જેઓએ સીધી કે આડકતરી, એક કે બીજા પ્રકારે, જે કંઇ સાહાય્ય કરી છે તે માટે તે સર્વનો અહીં અમે આભાર માનીએ છીએ.

ભારતીય વિદ્યા ભવન