પાંડુરંગ વૈજનાથ આઠવળે

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આઠવળે પાંડુરંગ વૈજનાથ: ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિ દ્વારા ધર્મ-સંસ્કૃતિ ક્ષેત્રે અભિયાન કરનાર તથા સમાજકલ્યાણની પ્રવૃત્તિમાં સંલગ્ન. એમણે ‘ભાવગંગા', ‘પ્રેમપ્રવાહ', ‘પ્રાર્થના પ્રીતિ', ‘શ્રીકૃષ્ણ જીવનદર્શન', ‘કાવ્યવિનોદ, ‘શ્રીસૂક્તમ્', ‘કૃષ્ણાષ્ટકમ્', ‘જિજ્ઞાસુપાથેય', ‘સાંસ્કૃતિક વિચારધારા’, ‘ઋષિસ્મરણ', ‘જીવનતીર્થ', ‘સંસ્કૃતિચિંતન’, ‘જીવનમાં શું ખૂટે છે?', ‘જીવનભાવના, ‘ગીતામૃતમ્’ જેવાં કાવ્ય, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિશોધનને લગતાં પુસ્તકો આપ્યાં છે.