પુનશ્ચ/આશ્ચર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આશ્ચર્ય

સ્ત્રી : આશ્ચર્ય થાય છે આપણે અહીં શા માટે આવ્યાં છીએ.
પુરુષ : આશ્ચર્ય થાય એટલા માટે.
સ્ત્રી : શું આશ્ચર્ય ?
પુરુષ : તમે ને હું,
         તમે દક્ષિણ ને હું ઉત્તર,
         તમે ગૌર ને હું શ્યામ,
         તમે કોમળ ને હું કઠોર,
         તમે ક્યહીં ને હું ક્યહીં,
         છતાંય આ ક્ષણે આપણે બે અહીં.
         આ આશ્ચર્ય.
સ્ત્રી : એ આશ્ચર્ય વિશે પણ આશ્ચર્ય થાય છે તે શા માટે ?
પુરુષ : એટલા માટે કે...
ના, એનો ઉત્તર નથી
         છે માત્ર આશ્ચર્ય.

૨૦૦૪