પૂર્વાલાપ/૪૨. ઘવાયેલો બુલબુલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૨. ઘવાયેલો બુલબુલ


[અંજનીગીત]

અંધારામાં ઝુરાયેલો :
ઘુવડ-ચાંચે ચુરાયેલો :
કારાગારે પુરાયેલો :
ઘાયલ હા! બુલબુલ!

હૈયાને શાથી એ ખોલે?
શાથી એ બોલાવ્યો બોલે?
ઉલ્લાસે એ શાથી ડોલે —
ડોલાવે બુલબુલ?