પ્રત્યંચા/ચૈત્રરાતે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચૈત્રરાતે

સુરેશ જોષી

ચૈત્રરાતે ચાંદની
એના મૃદુ કરથી લખી ગઈ
આ દેહ પર શા લેખ
તે અંગઅંગે ફેરવીને અંગુલિ
કુતૂહલથકી ઊકેલવા બેઠો પવન,
એ સ્પર્શસુખે આ સવારે હું મગન.