પ્રથમ સ્નાન/એક નવી ઓલાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક નવી ઓલાદ


જો બૂટ ગાય-ભેંસના આંચળમાંથી નીકળે
તો બૂટને પગ ફૂટે
પગને આંગળાં, આંગળાંને નખ ફૂટે. નખના પોલાણમાં સદ્યસ્નાતા
ધરતી મેલ બનીને પ્રસરે.
નખથી માણસ પર હુમલો કરે, પગથી પર્વતોનાં આરોહણ
ને દરિયાનાં અવરોહણ કરે
ધરતીથી કણસલાં પગ વતી ખળામાં અનાજ બને
પગ હોય તો અનાજ બને, પગ હોય તો કાંટો વાગે,
પગ હોય તો આંગળાં શિયાળામાં ઠૂંઠવાય ગરમ બૂટમાં પેસે
ગરમ બૂટનાં ચામડાં કઈ ઓલાદનાં?

૧૫-૨-૭૫