પ્રથમ સ્નાન/પીવને પૈણાવી દ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પીવને પૈણાવી દ્યો


આંગણ પોપટરંગી કેળ ને મા’જન લૈજ્જો રે લોલ
લગનના બજોઠાની ચો’પાએ વવરાવજો રે લોલ
રાત બધી કેસરિયાં અગશર લેશું
કે ઉપ્પર ગણપત ચીતરી દેશું
પણ ક્યો દસખત શેં કરી દેશું?
કે પીવને પૈણાવી દ્યો મા’જન
પીવને પૈણાવી દ્યો લોલ.
એક દીવાએ બબ્બે કારજ સરશે
કે કાજળ ખરખર ખરખર ખરશે.
ડુંગર રાત મહીં થૈ પડશે.
કે ચુંદડી દાટી દે’શું મા’જન
માયલી દાટી દેશું લોલ
ઓરડ એક પઢાવલ ઢેલ તે જાનડ લૈજ્જો રે લોલ
કે જાનડ, ઢોલૈયા વર પોંખે-ગીત ગવરાવજો રે લોલ
પ્હોર ચડ્યે મીંઢળિયા ગોતી રે’શું.
ભરબપ્પોરે વડસાવતરી કરશું
સાંજે ખાટે કાથી ભરશું
માથે મૂરત ચીતરી મા’જન પીવને પૈણાવી દ્યો લોલ
હેંડ, હેંડ, હેંડ, રે કાગ કપાતર
પગલાં કાં મોભે તું મેલે
પગલે મોભ તૂટે રે લોલ
અગનિયા ગોતી લ્યો ને મા’જન
ઢોલી ધમકાવી લ્યો મા’જન, ઝટપટ પૈણાવી દ્યો મા’જન

૭-૮-૭૧