પ્રથમ સ્નાન/બૂટ પ્રયોગશાળામાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બૂટ પ્રયોગશાળામાં


પ્રથમ
પોટૅશિયમ પરમૅન્ગેનેટથી ધોઈને સ્વચ્છ કરો
ટો, મધ્ય, એડી, ઉપર, અંદર
સૂક્ષ્મદર્શક વડે એના સર્વ ભાગોનું પૃથક્ પૃથક્ નિરીક્ષણ લો
ફેરફાર તારવો
વજન કરો
નોંધો
શોષક પંપ વડે હવા શોષી લો.
ચીમળાઈ ને ચપ્પટ થઈ જતા સુધી થોભો.
ટો, મધ્ય, એડી, ઉપર, અંદર
સૂક્ષ્મદર્શક વડે એના સર્વ ભાગોનું પૃથક્ પૃથક્ નિરીક્ષણ લો
ફેરફાર તારવો
વજન કરો
નોંધો
બૂટના બંને વજનમાંથી એને બાદ કરો
તફાવત નોંધો — સમજો
એ જ હવા — સમજો.
બૂટને કસનળીમાં રાખો.
કસનળી સૂર્યપ્રકાશમાં.
યોગ્ય અંતરે દગકાચ.
સમય નોંધો.
પીગળતાં લાગતો સમય નોંધો
એમાં ઘન હાલતમાં રહેલા પૂઠાંના ટુકડા તારવી લો
એ જ અશુદ્ધિ — સમજો
I S I ‘માર્કો’ છે? તમારી નોંધપોથીમાં જુઓ. સમજો.
બ્લોટંગિને બેવડ ત્રેવડ કરી ગરણીમાં મૂકો.
દ્રાવણની ગાળણક્રિયા આદરો.
એ જ શુદ્ધિ સમજો.
દ્રાવણમાં લાલ, ભૂરાં, લીલાં, પીળાં લિટમસ નાખો
નિરીક્ષણ નોંધો
દ્રાવણને સ્પિરિટ લેમ્પ પર તપાસો.
રાસાયણિક વિભાજક બે ત્રણ કસનળીમાં તારવો
એનો રંગ, સઘનતા, ગંધ, વરાળનો રંગ તારવો.
ઉત્કલનાંક નોંધો.
આંખોનાં ચશ્માં ઉપર વિશ્વાસ રાખો. નોંધો.
ગુણધર્મ :
અર્ધસંભોગેલી સિગારેટના
લાલ ઝગારતા ઠૂંઠાને
એક્કી ધસારે કચડી નાખવાનો.

૨૨-૧૨-૭૪